ઈંદોર. ભારતીય જનશક્તિ પાર્ટીની અધ્યક્ષ ઉમા ભારતીએ ગઈ કાલે ચુંટણી પહેલાં હિંદુત્વના મુદ્દા પર ઝડપી પાછી ફરતાં દેખાઈ રહેલી ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધી હતી.
તેમણે દાવો કર્યો કે પ્રધાનમંત્રી પદ માટે ભાજપના ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણી 1992 દરમિયાન અયોધ્યામાં થયેલ બાબરી મસ્જીદ વિંધ્વસ સમયે ખરેખર ખુશ ન હતાં.
રામ મંદિર આંદોલનમાં સક્રિય રહેલ આ આક્રમક નેતાએ ઈન્દોરમાં ભાજશના એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે અડવાણીએ પોતાના પુસ્તક મેરા દેશ મેરા જીવનમાં કહ્યું છે કે જ્યારે અયોધ્યાયામાં છ ડિસેમ્બર 1992 વખતે બાબરી મસ્જીદનો ઢાંચો પાડ્યો તે તેમની જીંદગીનો સૌથી દુ:ખી દિવસ હતો. હકીકતમાં તેઓ સાચું જ કહી રહ્યાં છે.
ઉમાએ દાવો કર્યો કે બાબરી મસ્જીદ વિંધ્વસની ઘટનાવાળા દિવસે મંચ પર બેસેલા અડવાણી ખરેખર ઉદાસ દેખાતા હતાં. તેમનો ચહેરો ખુબ જ ગમગીન થઈ ગયો હતો. તેથી હવે તેઓ હિંદુત્વના નામે લોકોને ભડકાવવાનો પ્રયત્ન ન કરે.
|