મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મનમોહન જાપાન જશે તો ટેકો પાછો ખેંચાશે  Search similar articles
માકપા મહાસચિવ પ્રકાશ કરાતનુ એલાન
ભાષા

માકપાએ મંગળવારે કહ્યુ કે જાપાનમાં થનારી સમૂહ-8ની શિખર બેઠકમાં પ્રધાનમંત્રી મનમોહનસિ6હની હાજરી આ વાતનો સંકેત હશે કે સંપ્રગ સરકારનો ઈરાદો કરારને લઈને આગળ વધવાનો છે. પાર્ટીએ કહ્યુ કે વામદળની ચાર જુલાઈના રોજ થનારી બેઠકમાં આ મુદ્દાને લઈને સમર્થન પાછુ ખેંચવા પર વિચાર કરવામાં આવશે.

પાર્ટી મહાસચિવ પ્રકાશ કરાતે કહ્યુ કે અમને કહેવામાં આવ્યુ છે કે પ્રધાનમંત્રી આ વાત પર અટલ છે કે તેઓ જાપાન ત્યારે જ જશે, જ્યારે તેમને કરાર બાબતે આગળ પગલાં ભરવાની સહમતિ મળશે. જો પ્રધાનમંત્રી જાપાન જઈ રહ્યા હશે તો એ એક સંકેત હશે કે કરારનુ અમલીકરણ કરવા માટે જઈ રહ્યા છે.

તેમણે કહ્યુ કે ડાબેરીઓની ચાર જુલાઈએ થનારી બેઠકમં આ મુદ્દા પર ટેકો પાછો ખેંચવા પર વિચાર કરવામાં આવશે. પાર્ટી સૂત્રોએ કહ્યુ કે પ્રધાનમંત્રી જેવા જાપાન જશે તે સમયે ડાબેરીઓ રાષ્ટ્રપતિ પાસે જશે અને ટેકો પાછો ખેંચવા અંગેનો પત્ર સોંપી દેશે.

સૂત્રોએ આ પણ શક્યતા બતાવી કે સરકાર પ્રધાનમંત્રીના જાપાનથી પાછા ફર્યા પછી નવ જુલાઈથી 15 જુલાઈની વચ્ચે આઈઆઈએ ની પાસે જઈ શકે છે.

પાર્ટીને આ પૂછતા કે શુ તેમની પાર્ટી ચૂંટણી માટે તૈયાર છે, તેમણે કહ્યુ કે આ વાતનો નિર્ણય લોકોને કરવા દો કે દેશને પરમાણુ કરારની જરૂર છે કે નહી.
ઘણું બધુ
હવે અડવાણીની આત્મકથા મરાઠીમાં
35 કમાંડર હજુ પણ લાપતા, અપહરણની શંકા
ટીવી સ્ટૂડિયોમાંથી મેરાજની ધરપકડ
ગ્રામીણ વિસ્તારમાં ટેકનીકી શિક્ષાની જરૂરત:રાષ્ટ્રપતિ
ગોવાની હાઈકોર્ટે અમિતાભને નોટિસ ફટકારી
બાબરી મસ્જીદ વિંધ્વસ સમયે અડવાણી દુ:ખી હતાં:ઉમા