સહરસા. કરાર મુદ્દા પર ડાબેરીની સાથે ગતિરોધને લીધે યુપીએ સરકારના અસ્તિત્વ પર ફરી રહેલા ભયના વિશે બધી જ આશંકાઓને નકારી કાઢતાં રેલમંત્રી લાલુપ્રસાદ યાદવે બુધવારે કહ્યું હતું કે આગામી રેલ બજેટ પણ હુ જ રજુ કરીશ.
સહરસા-જયનગર-જાનકી એક્સપ્રેસ તેમજ સહરસા-અમૃતસર જનસાધારણ એક્સપ્રેસને અહીંયા રેલ્વે સ્ટેશન પર લીલી ઝંડી દેખાડ્યા બાદ એક સભાને સંબોધિત કરતાં લાલુએ કહ્યું કે આગામી રેલ બજેટ હુ રજુ કરીશ અને સાર્વજનિક ક્ષેત્રના સૌથી મોટા ઉપક્રમના ફાયદાને એક લાખ કરોડ રૂપિયા સુધી લઈ જઈશ.
લાલુએ કહ્યું કે બિહારી મજુરો હવે અન્ય રાજ્યોમાં ઓછા જઈ રહ્યાં છે કેમકે રેલ્વેએ રાજ્યમાં 52 હજાર કરોડ રૂપિયાની પરિયોજનાઓ શરૂ કરી છે. આનાથી રોજગારની નવી તકો ઉભી થઈ છે.
|