નવી દિલ્લી અમરનાથ ભગવાનની જમીન માટે વિશ્વ હિન્દૂ પરિષદે ત્રણ તારીખે બંધનુ એલાન કરવાથી આવશ્યક સેવાઓ દિવસભર બંધ રાખવાનુ નક્કી કરેલુ હોવા છતાં બંધને હિંસક સ્વરૂપ મળવાથી જનજીવન અસ્તવ્યસ્ત થયુ છે.
અમરનાથ મંદિરને વનજમીન આપવાનો નિર્ણયના વિરોધમાં ગયા મહિનાથી જમ્મુ-કાશ્મીરમાં રાજકીય આંદોલન શરૂ કરવામા આવ્યુ છે. વિહિપના આ બંધ આંદોલનનુ દેશભરમાંથી દેશભરમાંથી જોરદાર પ્રતિસાદ મળ્યો હોવાથી દિલ્લી, નાગપૂર, ઈન્દોર સહિત અનેક ભાગોમાં આંદોલને હિંસક સ્વરૂપ લીધુ છે. બંધને કારણે સામાન્ય જનજીવન ખોરવાયુ છે. બંધની પૂર્વ સંધ્યાએ નાગપુરમાં હિંસક બનાવો બન્યા હોવાના સમાચાર મળ્યા છે.
કાશ્મીરમાંથી મત મેળવવા સરકારે હકની જમીન ન આપવાનો નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે. આ વનજમીન હોવાથી તે મંદિર માટે આપવામાં આવે નહી એવુ સરકારનુ કહેવુ છે. લધુમતિઓના મનનુ કરવાની અને હિન્દુઓનુ અપમાન કરવાનો આરોપ વિહિપે લગાવ્યો છે.
વિહિપના આ બંધને સંધ પરિવાર, ભાજપ, અભાવિપ, ભારતીય મજૂર સંઘ એ ટેકો જાહેર કર્યો છે જ્યારેકે શિવસેનાએ નૈતિક ટેકો આપ્યો છે.
|