ઈન્દોર. અમરનાથ સાઈન બોર્ડ તરફથી જમીન પરત લેવાના મુદ્દે ગુરૂવારે વિશ્વ હિન્દૂ પરિષદ અને ભારતીય જનતા પાર્ટીના ભારત બંધ દરમિયાન દેશના કેટલાક ભાગોમાંથી હિંસાના સમાચાર સાંભળવા મળ્યા છે.
ભારત બંધ દરમિયાન મધ્યપ્રદેશના મુખ્ય વ્યવસાયિક શહેર ઈન્દોરમાં બંધે તે સમયે હિંસક રૂપ લઈ લીધુ જ્યારે બે જૂથના લોકો પરસ્પર સામ સામે આવી ગયા અને તેમની વચ્ચે ગોળીબાર થયો જેમાં બે લોકો માર્યા જવાના સમાચાર છે. પ્રશાસને હિંસા દરમિયાન થયેલ મોતના કોઈ પુરાવા નથી મેળવ્યા.
હિંસાને જોતા પ્રશાસનિક અધિકારીઓને શહેરની ત્રણ પોલીસચોકી વિસ્તાર પંઢરીનાથ, છત્રીપુરા અને ખજરાનામાં કરફ્યૂની જાહેરાત કરી દીધી છે. ખજરાનામાં સ્થિતિ તનાવપૂર્ણ છે અને પ્રશાસને ઉપદ્રવીઓને જોત જ ગોળી મારવાનો આદેશ આપી દીધો છે.
છેલ્લા સમાચાર મળતા સુધીમાં સ્થિતિ તનાવપૂર્ણ બતાવવામાં આવી રહી છે.
|