મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
હામીદ કરજાઈ ભારતની મુલાકાતે Search similar articles
વાર્તા

અફઘાનિસ્તાનનાં રાષ્ટ્રપતિ હામીદ કરજાઈ બે દિવસની ભારતની મુલાકાતે રવિવારે રાત્રે દિલ્હી આવી પહોચ્યા છે.કરજાઈનું સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં પારંપરિક રૂપે સ્વાગત કરાયું હતું. કરજાઈ શ્રીલંકામાં યોજાયેલા સાર્ક શિખર બેઠકમાં ભાગ લઈને સીધા દિલ્હી આવી પહોચ્યા છે.

આ પ્રવાસ દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ, ઉપરાષ્ટ્રપતિ હામીદ અંસારી, યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, વિદેશ મંત્રી પ્રણવ મુખર્જી અને વિપક્ષ નેતા લાલકૃષ્ણ આડવાણી સાથે મુલાકાત કરશે.

તેમજ બંને દેશો વચ્ચે વિકાસ અને પરસ્પર સહકાર અંગે વાતચીત કરવામાં આવશે. તથા તાજેતરમાં કાબુલની ભારતીય દુતાવાસ પર થયેલા આતંકી હુમલા અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
ઘણું બધુ
ખતરનાક ડાકુ ઠોકીયા ઠાર મરાયો
સોનિયાએ ભાજપથી સહયોગ માંગ્યો
દેશી પિસ્તોલનું કારખાનું પકડાયું
એચ.આઇ.વી પોઝીટીવ બાળકને દત્તક લીધું
ચેન્નાઈ એરપોર્ટ આંગતુકો માટે બંધ
એક લાખ જૈન મૂર્તિઓનો અભિષેક