સંબલપુરથી 40 કિલોમીટર દૂર આવેલા થેલકોલાઈનાં સ્ટીલ પ્લાન્ટમાં ફર્નેસમાં ગેસ લિકેજ થવાથી ચાર વ્યક્તિઓનાં મોત થયાં છે. જ્યારે ફેક્ટરીઓનાં પાંચ મજદૂરો ઘાયલ થયા છે.
સંબલપુરનાં જિલ્લા ક્લેક્ટર પી કે પટનાયકે જણાવ્યું હતું કે ગેસ લિકેજ થવાથી ગુંગળાને મરી ગયા હતાં. જ્યારે ઘાયલ લોકોને જારસુગુડામાં આવેલી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે એક કર્મચારીને વીએસએસ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
પ્રાથમિક વિગતો મુજબ મજૂરો સલ્ફર ડાયોક્સાઈડ ગેસથી ગુંગળાઈને મૃત્યુ પામ્યા હશે. મૃત્યુ પામેલાઓમાં દીપક પાંડે 35 વર્ષ, અંજન નાયક 29 વર્ષ, સત્યપ્રિય પાણી તથા જર્મીદાર મહેતાનો સમાવેશ થાય છે. કંપની દ્વારા હાલમાં ગેસની પાઈપલાઈન બંધ કરી દીધી છે. તેમજ પોલીસ તથા પ્રશાસનમાં વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોચીને તપાસ હાથ ધરી છે.
|