મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > ઓરીસ્સાએ વધુ 11 પોલીસ કંપનીની માંગ કરી
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ઓરીસ્સાએ વધુ 11 પોલીસ કંપનીની માંગ કરી Search similar articles
કલ્યાણી દેશમુખ

ઓરીસ્સાનાં કંધમાલ અને તેની આસપાસનાં કેટલાંક વિસ્તારોમાં કોમી તોફાનોને કારણે પરિસ્થિતિ ખુબ જ સ્ફોટક બનેલી છે. ત્યારે પોલીસ ઉપમહાનિર્દેશક સંજીવ પાંડાએ જણાવ્યું હતું કે કોરાપત જિલ્લાનાં જેપોરમાં હિંસાનાં બનાવો બાદ સીઆરપીએફની ત્રણ કંપનીઓને ગોઠવી દેવામાં આવી છે. જ્યારે રાજ્ય પોલીસની આઠ પ્લાટુન પણ કર્ફ્યુગ્રસ્ત શહેરમાં ગોઠવવામાં આવી છે.

પરિસ્થિતિને કાબુમાં લેવા માટે મુખ્યમંત્રી નવીન પટનાયક ખુદ કંધમાલ જિલ્લામાં છે. તો જેપોરમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. જો કે ભીડ દ્વારા હુમલો કર્યા બાદ બે સમુદાયો વચ્ચે થયેલા સંઘર્ષમાં અધિકારીઓ સહિત 11 લોકો ઘાયલ થયા હતાં. અને, હાલ ત્યાં કર્ફ્યું લગાવી દેવામાં આવ્યો છે.

વિશ્વ હિન્દુ પરિષદનાં વરિષ્ઠ નેતા સ્વામી લક્ષ્મણાનંદ સરસ્વતીની હત્યા બાદ રાજ્ય સરકારે વધુ 23 કંપનીઓ અને ત્રણ હેલીકોપ્ટરની માંગણી કરી હતી. જેમાંથી તેમને 16 કંપનીઓ મળી છે. ચિંતાની વાત એ છે કે હિંસા ધીમે ધીમે નવા વિસ્તારોમાં ફેલાઈ રહી છે.
ઘણું બધુ
સ્ટીલ પ્લાન્ટમાં ગેસ લિકેજથી 4નાં મોત, 5 ઘાયલ
સીબીઆઈ તપાસની માંગ કરતી પીડિત મહિલા
જમ્મુમાં આતંકવાદીઓની ઘુસણખોરી
બિહારમાં કોસીનો કહેર ચાલુ, 76નાં મોત
એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદીપ શર્મા સસ્પેન્ડ
બાંગ્લાદેશીઓને નાગરિકતા આપશે પાસવાન