પોંડિચેરી કોંગેસ ધારાસભ્યોની આજે મળેલી બેઠકમાં વી વૈદ્યલિંગમને પોતાના નેતા તરીકે ચુંટી લીધા છે. પૂર્વ મુખ્યમંત્રી રંગાસ્વામીનાં રાજીનામા બાદ છેલ્લાં કેટલાંય દિવસોથી ચાલતી રટકળોનો અંત આવી ગયો છે.
કેન્દ્રીય નેતૃત્ત્વનાં માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી રંગાસ્વામીએ રાજીનામું આપ્યું હતું. છેલ્લા કેટલાંક સમયથી પોંડિચેરીનાં મંત્રીઓ અને ધારાસભ્યો રંગાસ્વામીને હટાવવાની માંગ કરતાં હતાં. તેમજ કેબીનેટની બેઠકમાં પણ કોઈ મંત્રી હાજર રહેતાં નહતાં. તેથી રાજ્યના શાસનતંત્ર પર પણ તેની ખરાબ અસર પડતી હતી. તેથી કેન્દ્રીય નેતૃત્ત્વનાં નિર્દેશ પર વૈદ્યલિંગમને નવા નેતા તરીકે ચુંટી લેવામાં આવ્યા છે.
આજે મળેલી બેઠકમાં વૈદ્યલિંગમને સર્વાનુમતે નેતા તરીકે ચુંટી લેવામાં આવ્યા છે. હવે, થોડા દિવસોમાં તેમને મુખ્યમંત્રી તરીકેનાં શપથ પણ લેવડાવવામાં આવશે
|