પૂર્વ વિશ્વ સુંદરી યુક્તા મુખી રવિવારે ઉદ્યમી પ્રિંસ તુલીની સથે નાગપુર-જબલપુર રાષ્ટ્રીય રાજમાર્ગ પર આવેલ ગુરૂદ્વારામાં એક કાર્યક્રમમાં વિવાહ સૂત્રમાં બંધાઈ ગઈ. વૈવાહિક કાર્યક્રમ પારંપારિક પંજાબી રીતિ-રિવાજો મુજબ થયો અને કાર્યક્રમમાં બંને પક્ષના કેટલાક ખાસ લોકોનો સમાવેશ થયો હતો. પંજાબી ડિઝાઈનની ચૂડીદાર પંજાબી ડ્રેસ પહેરીને યુક્તા મુખી અને પ્રિસ તુલીએ સાથે જીવન વિતાવવાની પ્રતિજ્ઞા કરી, જ્યારે કે મુખ્ય ગ્રંથીએ પારંપારિક રીતિ-રિવાજથી તેમના લગ્ન સંપન્ન કરાવ્યા. પ્રિંસ તુલી હોટલ, ઓટોમોબાઈલ, ઈંધન અને પર્યટન ઉદ્યોગ સાથે જોડાયેલ વ્યાપારીના પુત્ર છે. |
|