સાત અજાણ્યા લુટારૂઓએ આજે સવારે પૂના-સતારા માર્ગ ઉપર આવેલા એક પેટ્રોલ પંપ પર ત્રાટકી સાત લાખ રૂપિયાની લૂંટ કરી હતી.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર લુટારૂઓ એક કારમાં ગ્રાહકોના રૂપમાં આવ્યા હતા અને રિવોલ્વરની અણીએ લૂંટ મચાવી હતી. પોલીસે આ મુદ્દે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
|