મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > આતંકવાદીઓએ બરાબર રેકી કરી હોવાની સંભાવના
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આતંકવાદીઓએ બરાબર રેકી કરી હોવાની સંભાવના
હોટલ અને મુંબઈનાં નકશાથી પુરેપુરા વાકેફ
વેબ દુનિયા

બુધવારની કાળી રાત્રે મુંબઈમાં ખેલાયેલા ખુની ખેલથી એક વાત તો સાફ છે કે આતંકવાદીઓ મુંબઈ શહેર અને વિવિધ ફાઈવ સ્ટાર હોટલોથી ખુબ સારી રીતે જાણકારી ધરાવતાં હતાં.

તાજ હોટલ અને ઓબેરોય હોટલમાં છુપાયેલા આતંકવાદીઓએ કરેલા હુમલા અને, તેમની તૈયારીઓ જોતાં સ્પષ્ટ થાય છે કે તેઓ બંને હોટલનાં નકશાથી પુરેપુરી રીતે વાકેફ હતાં. તેમાંથી કેટલાંક આતંકવાદીઓ હોટલમાંથી ભાગીને ફરાર થઈ ગયા હતાં. તાજની બાજુમાં આવેલ હિલ્ટન ટાવરમાં જઈને છુપાયા હતાં. તેને કારણે મુંબઈ પોલીસનાં કેટલાંક સીનિયર અધિકારો પણ શહીદ થઈ ગયા હતા.

તો પાંચથી વધુ આતંકવાદીઓ સરકારીની જીપ લઈને ફરાર થયા હતાં. જેમાંથી બે આતંકવાદીઓને ગિરગાંવ ચોપાટી પર એક કારને આંતરીને બે આતંકવાદીઓને ઠાર માર્યા હતાં. પણ બે આતંકવાદીઓ ફરાર થયા હતાં.

પોલીસને આશંકા છે કે તેમાંથી કેટલાંક મલબાર હિલ કે મુંબઈનાં સેન્ટ્રલ મુંબઈ તરફ ભાગી શકે છે. તેને કારણે પોલીસે સમગ્ર શહેરમાં નાકાબંધી કરી છે. તેમજ દરેક વાહનનું ચેકીંગ કરી રહી છે. કારણ કે આતંકવાદીઓ સરકારી વાહન લઈને ભાગી જઈ શકે છે.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
કરકરેને મારી નાંખવાની ધમકી મળી હતી
મુંબઈ સેનાનાં હવાલે
તાજ અને ઓબેરોયમાં વીવીઆઈપી ફસાયા
ATSના ત્રણ વરિષ્ઠ અધિકારીઓ શહીદ
મુંબઈમાં સૌથી મોટો ફિયાદીન હુમલો
આતંકવાદીઓ જીપ્સી લઈને ફરાર