ફિદાયીન આતંકવાદીઓએ મુંબઈ સહિત દેશની શાન એવા તાજ હેરીટેજ હોટલનાં ગુબંજને ગ્રેનેડ બ્લાસ્ટ કરીને તેને ઉડાવી દેવામાં આવ્યું છે. સમગ્ર હોટલ આગની ઝપેટમાં આવી ગયું છે. આઝાદીની લડત સાથે જોડાયેલી હોટલનું અસ્તિત્ત્વ આતંકીઓએ નષ્ટ કરી દીધું છે.
દરિયા કિનારે દેશની શાન એવી તાજ હેરીટેજ હોટલને આતંકવાદીઓનાં નિશાનામાં લીધુ હતુ. ગેટ વે ઓફ ઈન્ડીયાની સામે ઉભેલી હોટલ તાજ એ ભારતની આઝાદી સાથે સંકળાયેલી છે. જમશેદજી તાતાએ અંગ્રેજોનાં ભેદભાવ સામે દેશની પ્રથમ ફાઈવ સ્ટાર હોટલ બનાવી હતી. આ હોટલ 100 વર્ષ જુની છે. જે તાતાએ 1905ની આસપાસ બનાવી હતી. જેમાં ગાંધીજી, નહેરૂ વગેરે જેવા સ્વાતંત્ર્ય સેનાનીઓ રોકાતાં હતાં. આમ આ હોટલએ દેશની આઝાદીમાં મહત્ત્વનું યોગદાન છે, તેમ કહી શકાય.
આતંકવાદીઓએ તાજ હોટલમાં કેટલાક લોકોને બંધક બનાવ્યા હોવાની આશંકા છે. ત્યારે હોટલમાં છુપાયેલા કેટલાંક આતંકવાદીઓએ હોટલનાં મુખ્ય ગુબંજ પર ગ્રેનેડ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ આતંકીઓએ બીજો એક બ્લાસ્ટ કરીને હોટલની આગળની તરફ આવેલા બીજા એક ગુબંજ પર બ્લાસ્ટ કર્યો હતો. આમ આતંકવાદીઓએ પોતાની રણનીતિને ખુબ જ સચોટ રીતે અંજામ આપ્યો હતો. તેમણે નિર્દોષ લોકો અને પોલીસનાં અધિકારીઓને માર્યા,તેની સાથે દેશની સાંસ્કૃતિક ધરોહરને પણ નષ્ટ કરવાની યોજનામાં સફળ થયા છે.
|