દેશમાં ફીદાયીન હુમલાનો ભોગ મુંબઈ પ્રથમવાર બન્યું છે. આ અગાઉ મુંબઈમાં બ્લાસ્ટ થયા છે. પણ ફીદાયીનની ઘટના પ્રથમવાર બની છે. અત્યાર સુધીમાં મુબંઈમાં ચાર વખત આતંકવાદી હુમલા થઈ ચુક્યા છે.
મુંબઈ શહેરે આતંકવાદને ખુબ નજીકથી જોયો છે. 1993થી તે આતંકવાદને સહન કરતું આવ્યું છે. 1993નાં સીરીયલ બ્લાસ્ટ બાદ શહેરે પ્રથમવાર આતંકના વિકરાળ ચહેરાને જોયો હતો. 13 માર્ચ 2003નાં રોજ એક લોકલ ટ્રેનમાં બ્લાસ્ટ થતાં 11 લોકોનાં મોત થયા હતા. તો તે જ વર્ષે 2003નાં રોજ બે કાર બ્લાસ્ટમાં 60નાં લોકોનાં મોત થયા હતાં. જેમાં 60થી વધુ લોકોનાં મોત થયા હતાં. જેમાં મેટ્રો ટ્રેનમાં પણ સાત બ્લાસ્ટમાં 174 લોકો માર્યા ગયા હતા. પણ આતંકવાદીઓએ ફીદાયીન હુમલો કર્યો નહતો. તેથી બ્લાસ્ટ બાદ એક દિવસમાં મુંબઈ શહેર ફરીથી તેની તેજ રફ્તારમાં પાછુ આવી જતુ હતું.
આ અગાઉ દેશની રાજધાની દિલ્હી, અક્ષરધામ, જમ્મુ, વારાણસી, બેંગ્લોર જેવા શહેરોમાં ફીદાયીન હુમલો થઈ ચુક્યો છે. પણ 26 નવેમ્બરનાં રોજ આતંકવાદીઓની એક ફોજે કે જેમાં 20થી હથિયારોથી સજ્જ આતંકવાદીઓ હતાં. તેમણે મુંબઈ શહેર પર કબજો જમાવી દીધો હતો. તેઓ ગમે ત્યારે હેન્ડ ગ્રેનેડ઼ ફેકતાં હતાં, તો ક્યાંક ગોળીઓની વરસાદ કરતાં હતા.
સીએસટી સ્ટેશન પર બ્લાસ્ટથી શરૂ થયેલો સિલસીલો સાત બ્લાસ્ટ થયા હતાં. જેમાં વડી બંદર, તાજ હોટલ, મેટ્રો થિયેટર જેવા વિસ્તારોમાં ગ્રેનેડથી બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં છત્રપતિ શિવાજી ટર્મીનસ (રેલ્વે સ્ટેશન) ખાતે અને કોલાબા ખાતે એક ટેક્ષીમાં બ્લાસ્ટમાં સૌથી વધુ લોકો માર્યા ગયા હતાં. જ્યારે નવ જગ્યાએ ફાયરીંગ થયું હતું.
ગેંગસ્ટરોની ચુંગાલમાંથી શહેરને બચાવ્યા બાદ હાશકારો અનુભવનાર મુંબઈવાસીઓનાં નસીબમાં શાંતિથી જીવવાનું લખ્યું નથી. તેથી એક પછી એક મોટી આંતકવાદી ઘટનાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
|