ઓબેરોય હોટલ અને નરીમાન હાઉસમાંથી આતંકવાદીઓને મારીને ઓપરેશન પૂરૂ થઈ હોવાની ઘોષણા બાદ તાજ હેરીટેજ હોટલમાં ફાયરીંગ ચાલુ છે. 48 કલાકથી વધારે સમય આવ્યો છે તેમછતાં તાજ હોટલમાં કમાન્ડો અને આતંકીઓ વચ્ચે ગોળીબારી ચાલુ છે.
તાજ હેરીટેજ હોટલમાં ઘુસેલા આતંકવાદીઓ કમાન્ડોને ભારે પડી રહ્યાં છે. મરીન કમાન્ડો, સેનાનાં કમાન્ડો અને એનએસજી કમાન્ડો તેમજ આજે મોકલાયેલા એસપીજી કમાન્ડો પણ તાજ હોટલમાં છુપાયેલા આતંકવાદીઓને મારવામાં સફળ થયા નથી. અત્યારે તાજ હોટલમાં પાંચ થી છ આતંકવાદીઓ છુપાયા છે. તેમના તરફથી હજી પણ ગ્રેનેડ અને ગોળીબાર કરવામાં આવી રહ્યો છે.
તાજમાં તૈનાત 150થી વધુ કમાન્ડો પાંચ આતંકવાદીઓ સુધી પહોચી શક્યા નથી. શુક્રવારે સાંજે આતંકવાદીઓએ હોટલની બહાર ઉભેલા પત્રકારો પર રોકેટ લોન્ચરથી બોમ્બ ફેક્યો હતો. જેમાં ત્રણ પત્રકારોને ઈજા થઈ હતી. હોટલમાં આતંકવાદીઓની ચોક્કસ સંખ્યા પણ જાણી શકાઈ નથી. પણ બુધવારથી આજદિન સુધીમાં તાજ હોટલમાં 15 ગ્રેનેડ બ્લાસ્ટ થયા છે. તેમજ ગોળીબાર સતત ચાલુ છે.
પણ પ્રણવ મુખર્જીનાં જણાવ્યા મુજબ હોટલ તાજને આતંકવાદીઓએ કંટ્રોલ રૂમ બનાવ્યો હતો. તેમની પાસે આરડીએક્સ અને ગોળાબારૂદનો સરંજામ મોજુદ છે. આ સ્થિતિમાં કમાન્ડો કાર્યવાહી ક્યારે પૂર્ણ થશે, તે અંગે કહેવું મુશ્કેલ
|