પ્રધાનમંત્રી મનમોહનસિંહએ મુંબઇમાં આત્મઘાતી હુમલાને લઇને દેશમાં આંતરિક સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિના નિરીક્ષણ માટે રવિવારે સર્વ પક્ષીય બેઠક બોલાવી છે.
સુત્રો અનુસાર આ બેઠક પ્રધાનમંત્રી નિવાસ 7 રેસક્રોસ રોડ પર સાંજે છ વાગે મળનાર છે. ઉલ્લેખનિય છે કે, મુંબઇ હુમલામાં 195 વ્યક્તિઓ માર્યા ગયા છે તથા અંદાજે 300થી વધુ ઘાયલ થયા છે.
લોકસભા વિપક્ષ નેતા લાલકૃષ્ણ અડવાણી અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં વધી રહેલા આતંકવાદથી લડવા માટે વિચાર વિમર્શ માટે સર્વ પક્ષીય બેઠક બોલાવવાની માંગ કરી હતી.
|