ભારે ઉત્સુકતા વચ્ચે સવારે 8વાગ્યાથી શરૂ કરાયેલી પાંચ રાજ્યોની વિધાન સભાની ચૂંટણીની મત ગણતરીમાં કોંગ્રેસનું પલડું ભારે બન્યું છે.
હાલની સ્થિતિ જોતાં ભાજપ શાસિત રાજસ્થાનમાં સત્તા પલટાવાના એંધાણ સ્પષ્ટ જોઇ શકાય છે. જ્યારે મધ્યપ્રદેશમાં ભાજપ સત્તા બનાવી રાખે તેવું જણાઇ રહ્યું છે. તો બીજુ બાજુ દિલ્હી તથા મિઝોરમમાં કોંગ્રેસ ભાજપને પાછળ રાખી રહ્યું છે અને પોતાની સરકાર ફરી બનાવે એવું લાગી રહ્યું છે.
રાજસ્થાન (200) પક્ષ બેઠક ભાજપ 79 કોંગ્રેસ 96 અન્ય 25
દિલ્હી (69) પક્ષ બેઠક ભાજપ 23 કોંગ્રેસ 42 અન્ય 04
મિઝોરમ (40) પક્ષ બેઠક કોંગ્રેસ 31 એમએનએફ 04 અન્ય 04
છત્તીસગઢ (90) પક્ષ બેઠક ભાજપ 49 કોંગ્રેસ 39 અન્ય 02
મધ્યપ્રદેશ (230) પક્ષ બેઠક ભાજપ 144 કોંગ્રેસ 69 અન્ય 17
|