મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > કોંગ્રેસને ફાયદો, ભાજપમાં ગાબડું
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
કોંગ્રેસને ફાયદો, ભાજપમાં ગાબડું
ત્રમ રાજ્યોમાં કોંગ્રેસ શાસનની સંભાવના
વેબ દુનિયા

પાંચ રાજ્યો પૈકી દિલ્હી, રાજસ્થાન તથા મિઝોરમમાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે. જ્યારે મધ્યપ્રદેશમાં ભાજપનો વિજય નિશ્વિત મનાઇ રહ્યો છે તો છત્તીસગઢમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે.

હાલમાં મળી રહેલા પરિણામો તરફ નજર નાંખીએ તો દિલ્હીની 69 બેઠકો પૈકી બે બેઠકો કોંગ્રેસને મળી ચુકી છે. જ્યારે 34 બેઠકો ઉપર કોંગ્રેસ તથા 27 બેઠકો ઉપર ભાજપ આગળ ચાલી રહ્યું છે.

રાજસ્થાનમાં મહારાણીના વળતા પાણી દેખાઇ રહ્યા છે અને કોંગ્રેસ ઉપસી રહી છે. 200 બેઠકોવાળી આ વિધાનસભામાં કોંગ્રેસ 99 બેઠકો ઉપર તથા ભાજપ 68 તથા બસપા 10 બેઠકો ઉપર આગળ ચાલી રહ્યા છે.

જ્યારે મધ્યપ્રદેશમાં ભાજપનું શિવરાજ ચાલું રહે એવું સ્પષ્ટ જણાઇ રહ્યું છે. 230 બેઠકો પૈકી ભાજપ 125 ઉપર લીડ કરી રહ્યું છે તો કોંગ્રસ માત્ર 61 બેઠકો ઉપર જ આગળ છે. બસપા 10 બેઠકો ઉપર આગળ છે.

છત્તીસગઢમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ટક્કર મનાઇ રહી છે. ભાજપ 41 ઉપર તથા કોંગ્રેસ 31 ઉપર આગળ ચાલી રહ્યા છે.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
રાજસ્થાનમાં સત્તા પલટાવાના એંધાણ
હરિયાણાનાં ઉપમુખ્યમંત્રી સસ્પેન્ડ
પાંચ રાજ્યોમાં મતગણતરી શરૂ
જમ્મુ-કાશ્મીરમાં 55 ટકા મતદાન
ચૂંટણીવાળા રાજ્યોની બેઠકોનું ચિત્ર
સૈનિક કલ્યાણાર્થે લોકભાગીદારી જરૂરી