સત્તાધારી કોંગ્રેસે દિલ્હીમાં પોતાની સત્તા ટકાવી રાખશે, તેવી મજબૂત સંભાવના દેખાઈ રહી છે. 70 બેઠકો ધરાવતી વિધાનસભામાં કોંગ્રેસે 35 બેઠકો પર આગળ છે.
જ્યારે ભાજપ 26 બેઠકો પર આગળ ચાલી રહી છે. જ્યારે ત્રણ બેઠકો પર તે વિજયી જાહેર થઈ છે. ઉત્તમ નગર બેઠક પર કોંગ્રેસનાં મુકેશ શર્માએ ભાજપનાં ઉમેદવારને 187 મતોથી હરાવીને સતત ચોથી વખત વિધાનસભામાં જશે.
જ્યારે દ્વારકા બેઠક પર કોંગ્રેસનાં મહાબલ મિશ્રાએ ભાજપનાં ઉમેદવારને 13 હજાર મતોથી પરાજય આપ્યો છે. આમ દિલ્હીમાં કોંગ્રેસ શીલા દિક્ષીતનાં શાસનમાં હેટ્રીક નોંધાવે તેવી શક્યતા છે.
|