રાજસ્થાન વિધાનસભાના ચૂંટણીમાં નિરાશાજનક પરિણામો નજર સામે આવી રહ્યા છે ત્યારે ભાજપે આ અંગે જણાવ્યું હતું કે, ઉમેદવાર પસંદગીમાં રહેલી ખામીઓને લીધે હાર થવા પામી છે.
ભાજપ પ્રવક્તા પ્રકાશ જાવડેકરે પાર્ટી કાર્યાલય ખાતે પત્રકારોને જણાવ્યું હતું કે, રાજસ્થાનમાં ઉમેદવારોની પસંદગીમાં ખામી તથા પ્રચાર અભિયાન મોડેથી શરૂ કરવાના કારણે ભાજપનું સારૂ પ્રદર્શન રહ્યું નથી. તેમણે કહ્યું કે, વિધાનસભા ચૂંટણીમાં ખાસ કરીને સ્થાનિક મુદ્દાઓ હાવી રહી છે અને રાજસ્થાનના કિસ્સામાં આમ જ થયું છે.
તેમણે કહ્યું કે, ચૂંટણી પરિણામો ઉપર ઘણી બધી બાબતોની અસર પડે છે. આતંકવાદ ચૂંટણીનો મુદ્દો નહતો જોકે મોંઘવારી , લોકોની સુરક્ષા અને વિકાસ જેવા મહત્વની બાબતો ચૂંટણી મુદ્દામાં સમાવાઇ હતી. આ જ મુદ્દાઓ ઉપર ભાજપે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં શાનદાર પ્રદર્શન કર્યું છે જ્યારે દિલ્હીમાં ગત ચૂંટણી કરતાં 19 બેઠકો ઉપર આગળ છીએ.
|