મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > શીલા જ દિલ્હીની અસલી બિગ બોસ!
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
શીલા જ દિલ્હીની અસલી બિગ બોસ!
વેબ દુનિયા

દિલ્હીની કોંગ્રેસી મુખ્યમંત્રી શીલા દિક્ષીતે સતત ત્રીજી વખત સત્તા મેળવીને ભાજપને આચકો આપ્યો છે. ભાજપનાં બધાં જ પ્રયત્નો નિષ્ફળ રહ્યાં છે.
1984માં પોતાની રાજકીય કારકીર્દી શરૂ કરનાર શીલા દિક્ષીત લોકસભાનાં સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હતા. ત્યારબાદ કેન્દ્રમાં મંત્રી પણ બન્યા હતાં.
દિલ્હી રાજ્ય બનતાં ભાજપનાં સુષ્મા સ્વરાજની સામે શીલા દિક્ષિત નાના ઉમેદવાર ગણાતાં હતાં. પણ તેમણે સુષ્મા સ્વરાજને માત આપી.

એટલું નહીં, 2003માં ભાજપની લહેર વખતે પણ દિલ્હીમાં ફરીથી સત્તા હાંસલ કરી હતી. તે સમયે દિલ્હીમાં મદનલાલ ખુરાના, સાહિબસિંહ વર્મા, ડો.જયવર્ધન, વિજયકુમાર મલ્હોત્રા જેવા દિગ્ગજ નેતાઓએ જોરદાર પ્રચાર કર્યો હતો.

પણ મતદારોને શીલા દિક્ષિતની સાદગી અને પ્રામાણિકતા ગમી ગઈ. દિલ્હીમાં સમસ્યાનો પાર નથી. તેમછતાં જનતાને શીલામાં ભરોસો મુક્યો છે.
2008માં શીલાનાં શાસન સામે એન્ટી ઈન્કમબન્સી ફેક્ટર હતું. આતંકવાદ, મોંઘવારી જેવા સળગતાં મુદ્દા હોવા છતાં ભાજપ શીલાને હલાવી શકી નથી. જે સાબિત કરે છે કે શીલાની કામગીરીને દિલ્હીવાસીઓને કેવી લાગી છે.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
બીએસપીનો પ્રચાર કરતાં જવાન સસ્પેન્ડ
ભાજપે રાજસ્થાન, દિલ્હીના હાર માની
મધ્યપ્રદેશમાં ભાજપ આગળ
મધ્યપ્રદેશમાં શિવરાજનું રાજ ચાલશે
દિલ્હીમાં કોંગ્રેસની હેટ્રીક
કોંગ્રેસને ફાયદો, ભાજપમાં ગાબડું