મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > શીલા કોંગ્રેસને વફાદાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
શીલા કોંગ્રેસને વફાદાર
કોંગ્રેસનાં કિચન કેબીનેટમાં સૌથી આગળ
વેબ દુનિયા

શીલા દિક્ષીત અને તેનો પરિવાર કોંગ્રેસને સદા વફાદાર રહ્યો છે. અને, શીલા દિક્ષિત દિલ્હીમાં સત્તાની હેટ્રીક નોંધાવીને કોંગ્રેસ પ્રત્યે પોતાનું ઋણ ચુકવ્યુ છે.

શીલાનો જન્મ 31 માર્ચ 1938નાં રોજ થયો હતો. તેણે આર્ટસમા પોતાનું શિક્ષણ લીધુ હતું .પણ રાજકીય શિક્ષણ તેને લગ્ન બાદ મળ્યું હતું. તેમના સસરા ઉમાશંકર દિક્ષીત કોંગ્રેસનાં એક સમયનાં દિગ્ગજ નેતા હતાં. શીલાને લગ્ન બાદ રાજકીય શિક્ષણ પ્રાપ્ત થયું હતું. તેમના પતિ વિનોદ દિક્ષિત ઉચ્ચ આઈએએસ અધિકારી હતા.

શીલાએ 1984માં પ્રથમવાર લોકસભાની ચુંટણી જીતીને લોકસભામાં પ્રવેશ્યા હતાં. ત્યારબાદ 1986માં કેન્દ્રીય મંત્રીમંડળનો ભાગ પણ રહ્યાં હતાં. તેણે ઈન્દિરા ગાંધી અને રાજીવની હત્યા તેમજ કોંગ્રેસમાં આવેલ ઉતાર ચઢાવમાં કોંગ્રેસ અને ગાંધી પરિવારને વફાદાર રહ્યાં હતાં.

જ્યારે દિલ્હીમાં કોંગ્રેસ જીતીને આવી ત્યારે તેની પાસે ખાસ વિકલ્પો નહતાં. તેમણે શીલા દિક્ષિતને અજમાવ્યા. અને, ત્યારબાદ શુ થયું તે ઈતિહાસ જાણે છે. છેલ્લાં 10 વર્ષથી કોંગ્રેસ સત્તા પર છે. દિલ્હીનો વિકાસ શીલાનાં શાસનમાં વ્યવસ્થિત થઈ રહ્યો છે. અને, સૌથી અગત્યની વાત સ્થાનિક લોકોને તેમના કામથી સંતોષ છે.

તો રાજકીય દ્રષ્ટિએ જોઈએ તો કોંગ્રેસમાં જૂથબંધીનો સમસ્યા વર્ષો જુની છે. પણ દિલ્હીમાં વર્ષોથી કોઈ જુથબંધી બહાર આવી નથી. જે શીલાનાં શાસનની કાબેલિયત સાબિત કરે છે.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
શીલા જ દિલ્હીની અસલી બિગ બોસ!
બીએસપીનો પ્રચાર કરતાં જવાન સસ્પેન્ડ
ભાજપે રાજસ્થાન, દિલ્હીના હાર માની
મધ્યપ્રદેશમાં ભાજપ આગળ
મધ્યપ્રદેશમાં શિવરાજનું રાજ ચાલશે
દિલ્હીમાં કોંગ્રેસની હેટ્રીક