દિલ્હીમાં હેટ્રીક લગાવનાર શીલા દિક્ષિત સામે ભાજપ લગભગ હેન્ડીકેપ થઈ ગઈ હતી. જાણે કે તેણે શીલા દિક્ષિતનાં જીત માટે રસ્તો કરી આપ્યો હતો.
દિલ્હીમાં છેલ્લાં 10 વર્ષથી શીલાનાં નેતૃત્ત્વ હેઠળ કોંગ્રેસની સરકાર ચાલી રહી છે. 1998 અને 2003માં ભાજપે વરિષ્ઠ નેતા મદનલાલ ખુરાના અને સાહિબસિંહ વર્મા સામે પણ શીલાએ જોરદાર બહુમતિ સાથે વિજય મેળવ્યો. ત્યારબાદ આવેલા લોકસભામાં ભાજપને દિલ્હીમાંથી માત્ર એક જ સીટ મળી હતી. જે વિજયકુમાર મલ્હોત્રા જીત્યા હતાં.
2008ની દિલ્હીમાં ચુંટણી જાહેર થતાં જ ભાજપે વી. કે.મલ્હોત્રાને મુખ્યમંત્રી જાહેર કર્યા હતાં. તેની સામે દિલ્હી ભાજપમાં અસંતોષ ફેલાઈ ગયો હતો. દિલ્હી ભાજપનાં ડો. હર્ષવર્ધન અને અશોક ગોયલ જેવા વરિષ્ઠ નેતાઓ નિષ્ક્રીય બની ગયા હતાં.
શીલાના દસ વર્ષનાં શાસન સામે ભાજપે માત્ર એક યુવા ચહેરો ઉતારવાની જરૂર હતી. પણ ભાજપે વી.કે.મલ્હોત્રાને ઉભા રાખતાં કાર્યકર્તાઓમાં અંદરખાને રોષ જેવા મળ્યો હતો. તેથી જનતામાં ભાજપ વિશે ખોટો સંદેશો ગયો હતો. લોકો દિલ્હી ભાજપનો તમાશો જોતુ રહ્યું અને, કંટાળીને શીલાનાં પ્રામાણિક અને વિકાસશીલ મુદ્દાને આવકાર્યું. અને, ભાજપનાં મોંઘવારી અને આતંકવાદને લોકસભા માટે બાકી રાખ્યું હોય તેમ લાગે છે.
|