મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > મધ્યપ્રદેશઃ ઘરનાં જ ભેદીથી હાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મધ્યપ્રદેશઃ ઘરનાં જ ભેદીથી હાર
કોંગ્રેસને જૂથવાદી નડી
વેબ દુનિયા

મધ્યપ્રદેશમાં ભાજપને સતત બીજી વખત વિજય મેળવીને નવો રેકોર્ડ બનાવ્યો છે. આ જીતમાં જેટલો ભાગ શિવરાજનાં સુશાસન હતો, તેટલો જ ભાગ કોંગ્રેસની જૂથબંધીનો હતો.

વિવિધ જૂથોમાં વહેંચાયેલા મધ્યપ્રદેશ કોંગ્રેસ સામે જીતવાની આશા પહેલાંથી ન હતી. તેથી પરિસ્થિતિ કાબુમાં લેવા માટે દિલ્હીથી સુરેશ પચોરીને પ્રદેશ પ્રમુખ બનાવીને મોકલ્યા. તેમણે આવતાંની સાથે પોતાનાં માણસોને મહત્ત્વનાં સ્થાને ગોઠવવા લાગ્યા. તેમજ ચુંટણીમાં પણ પોતાનાં ખાસ લોકોને ટીકીટ આપી હતી. તેને કારણે બીજા જુથનાં લોકોમાં અસંતોષ ખાસ્સો હતો.

મધ્યપ્રદેશ કોંગ્રેસમાં જૂથબંધી વર્ષો જુની બિમારી છે. અર્જુનસિંહ, દિગ્વિજયસિંહ, કમલનાથ, જ્યોર્તિરાજદિત્ય સિંધિયા અને સુરેશ પચોરી છે. તેમાં પણ જિલ્લા સ્તરે તો વોર્ડ વાઈઝ જૂથ હોય તો પણ નવાઈ હતી. કોંગ્રેસીઓ ફક્ત સ્ટેજ પર પોતાની એકતાં દેખાડતાં હતા. પણ આંતરીક રીતે તેઓ વિભાજીત હતાં.

યમ ઘર ભાળી ન જાય, તે માટે દિગ્ગીરાજ સુરેશ પચોરીને મધ્યપ્રદેશથી ભગવવા તૈયારી કરી લીધી હતી. તેથી તેમણે અંદરખાને પોતાના કાર્યકર્તાઓને નિષ્ક્રિય રહેવાની સૂચના આપી દીધી હતી. તો ઉમેદવાર પસંદગીમાં વોટ મળે તેવા નહીં પણ, નોટ આપી શકે તેવા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. અને, જે બાકી હતું તે શિવરાજનાં પ્રચાર, વિકાસની વાયદા અને બીએસપીએ પુરૂ કરી દીધું.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ચુંટણીમાં સ્થાનિક મુદ્દાને મહત્ત્વ
ભાજપની દિલ્હીમાં ભવાઈ
શીલા કોંગ્રેસને વફાદાર
શીલા જ દિલ્હીની અસલી બિગ બોસ!
બીએસપીનો પ્રચાર કરતાં જવાન સસ્પેન્ડ
ભાજપે રાજસ્થાન, દિલ્હીના હાર માની