શિવરાજસિંહને અઢી વર્ષ પહેલાં એક મિશન સાથે દિલ્હીથી મધ્યપ્રદેશ મોકલાયા હતા. પણ આખરે તેમણે પરીક્ષામાં પાસ થઈને ભાજપ પક્ષમાં પોતાનું કદ વધારી દીધું છે.
2003માં ઉમાભારતીનાં નેતૃત્ત્વમાં ભાજપે સત્તા હાંસલ કરી હતી. પણ એક વર્ષ બાદ ઉમા ભારતીએ રાજીનામું આપી દઈ, બાબુલાલ ગૌરને મુખ્યમંત્રી બનાવ્યા હતાં. તેમણે પણ થોડાક મહિના શાસન કર્યું. જે દરમિયાન રાજ્યમાં ભાજપથી લોકો ત્રાસી ગયા હતાં.
ત્યારે દિલ્હીથી શિવરાજસિંહને મધ્યપ્રદેશમાં ટ્રબલ કંટ્રોલ માટે મોકલાયા હતા. તેમની પાસે ફક્ત અઢી વર્ષમાં પોતાનું કામ કરવાનું હતું. જેવી રીતે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં કેશુભાઈ પટેલ બાદ ભાજપને ફરીથી સત્તા આપવી, તેવી રીતે શિવરાજસિંહે મધ્યપ્રદેશમાં સત્તા મેળવી છે.
આ વિજય પાછળ શિવરાજસિંહનું કામ અને કામ કરવાની રીત તેને લોકપ્રિય બનાવી દીધા. રાજ્યમાં મહિલાઓ માટે શરૂ કરેલી યોજનાઓને કારણે તે ખુબ લોકપ્રિય બની ગયા. તે રાજ્યમાં ભૈયા અને મામાનાં નામથી મહિલાઓમાં પ્રસિધ્ધ છે.
તો શિવરાજે અઢી વર્ષમાં વિકાસનાં કામોમાં ઝડપ લાવી લોકોને આશા જગાવી હતી. તેને કારણે લોકમુખે શિવરાજસિંહનું નામ પ્રખ્યાત થઈ ગયું હતું . લોકો ભાજપને નહીં પણ શિવરાજસિંહને ઓળખતાં હતાં. આમ, ભાજપ માટે શિવરાજ તરીકે નવા નેતાનો ઉદ્દય થયો છે. જે વિપરીત પરિસ્થિતિમાં પણ પાર્ટી જીતાડવાની કળા ધરાવે છે.
|