મધ્યપ્રદેશમાં જ્વલંત વિજય મેળવનાર શિવરાજસિંહ ચૌહાણની જીત પાછળ તેમની સ્વચ્છ છબી, વિકાસની વાત અને અસરકારક શાસકની સાથે મોદી સ્ટાઈલ પ્રચાર પણ જવાબદાર છે.
શિવરાજસિંહે ચુંટણી પ્રચારમાં મોદી સ્ટાઈલ અપનાવી હતી. તે દરેક પ્રચાર સભામાં લોકો સાથે સીધો સંવાદ કરતાં હતા. જનતા જનાર્દનને પુછતાં હતાં તમે મારા કામથી સંતોષ છે. તમે મને વોટ આપશો. તમે ભાજપને વોટ આપશો, તે બે વ્યક્તિને ચુંટશો. એક તમારા સ્થાનિક ઉમેદવારને અને બીજો મને.
આ પ્રચારની અસર ખૂબ જ થઈ. ઘણી જગ્યાએ મતદારો ઉમેદવારની પસંદગીથી નાખુશ હતા. પણ તેમને શિવરાજસિંહ પસંદ હતા. તેથી ખોબે ખોબા ભરીને વોટ આપ્યા હતાં.
તો તેમની સ્વચ્છ છબી, વિકાસ માટેની દ્રષ્ટિ, કડક શાસક અને ભ્રષ્ટાચાર વિહીન આચરણની સામે કોંગ્રેસમાં કોઈ નેતા મતદારોનાં મનને કળી ન શક્યું. તેમજ તેમની પત્ની સાધનાસિંહે પણ પોતાની પતિન માટે બુદની મતવિસ્તારમાં ફરી ફરીને મત માંગ્યા હતાં. ઉલ્લેખનીય છે કે શિવરાજસિંહ પોતાના મતવિસ્તારમાં એક દિવસ પણ પ્રચાર કર્યો નહતો.
|