મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > દેશી ક્રાયોજેનિક એન્જિનું સફળ પરિક્ષણ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
દેશી ક્રાયોજેનિક એન્જિનું સફળ પરિક્ષણ
વેબ દુનિયા

ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન ઇસરોએ દેશી ક્રાયોજેનિક એન્જિન વિકાસ યોજનામાં સિધ્ધિ હાંસલ કરતાં તામિલનાડુના મહેન્દ્રગીરી પર્વત પર ક્રાયોજેનિક એન્જિનનું સફળ પરિક્ષણ કર્યું હતું.

ઇસરોના જણાવ્યા મુજબ આ પરિક્ષણ 18 ડિસેમ્બરે કરવામાં આવ્યું હતું. યોજના અનુસાર ક્રાયોજેનિક એન્જિનને 200 સેકન્ડ સુધી કામ કરવાનું હતું.
દેશી ક્રાયોજેનિક એન્જિન શૂન્યાવકાશ સ્થિતિમાં 454 સેકન્ડમાં 73 કિલો ન્યૂટન ધક્કા આપશે જે 2200 કિલોગ્રામમાં વજનમાં પહોંચાડવાની ક્ષમતા રાખે છે.

ત્રીજું રાષ્ટ્ર બન્યું...
ઇસરોએ કહ્યું કે વર્ષ 2009ના મધ્ય સુધીમાં ક્રાયોજેનિક એન્જિન તૈયાર થવાની આશા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, અંતરિક્ષ યાન મોકલવા માટે પર્યાવરણ માટે ખૂબ જ સાનુકૂળ ગણાતી આ ટેકનોલોજી હજુ સુધી વિશ્વના માત્ર બે દેશો જ બનાવી શક્યા છે. જેમાં અમેરિકા અને રશિયા સામેલ છે. જે ભારત ત્રીજુ રાષ્ટ્ર બન્યું છે.

1798 કરોડનો ખર્ચ...
ક્રાયોજેનિક એન્જિન મારફતે અંતરિક્ષ અભિયાન માટેનો ખર્ચ ઉલ્લેખનિય રીતે ઘટી જશે. સાથોસાથ અંતરિક્ષ યાનનું સંચાલન પણ વધુ સરળ બની જશે.ક્રાયોજેનિક એન્જિનના વિકાસ ઉપર 1798 કરોડનો ખર્ચ થશે. આમાંથી 588 કરોડના સાધનો વિદેશ મારફતે ખરીદવામાં આવશે. આ પ્રક્રિયામાં છ વર્ષનો સમય લાગશે. અંતરિક્ષ પંચ અને આયોજન પંચે આ યોજનાને પહેલાથી જ લીલી ઝંડી આપી દીધી છે.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
શિવરાજનું રચાયું મંત્રી મંડળ
પાકિસ્તાની માટે નો અન્ટ્રી !
પાક સાથે વાર્તાલાપ બંધ કરો
નાતાલના દિવસે ઓરીસ્સા બંધનું એલાન પાછું લીધું
લુંટારાઓએ ચર્ચમાં લુંટફાટ કરી
સોનિયા સવૈધાનિક પદ સંભાળી શકે છે - કેન્દ્ર