વિદેશ મંત્રી પ્રણવ મુખર્જીએ પાકિસ્તાનને જણાવ્યું છે કે તે આતંકવાદીઓ વિરૂદ્ધ અવશ્ય કાર્યવાહી કરવી જોઈએ, તેમજ ભારતમાં વિવિધ આતંકવાદી પ્રવૃત્તિમાં સામેલ આતંકવાદીઓ ભારતને સોંપવા જોઈએ.
મુખર્જી બંગાલ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે ખંડન કે વિવાદ પેદા કરવાનો સવાલ જ નથી. પાકિસ્તાન જે કહે છે, તે કરવું જોઈએ. પાકિસ્તાનનાં આતંકવાદીઓનાં ભારતમાં આવવાનાં પાક્કા પુરાવા છે. મુંબઈમાં 26 નવેમ્બરનાં રોજ થયેલા આતંકવાદી હુમલા માટે પાકિસ્તાનની તત્ત્વો જ જવાબદાર છે.
તેમણે વધુમા જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ઝરદારીએ સાજીશકર્તા વિરૂધ્ધ કાર્યવાહી કરવી જોઈએ. તેમજ આતંકવાદીઓના સફાયા માટે ભારતને સહયોગ કરવો જોઈએ.
|