મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > રાજધાની એક્સપ્રેસને ઉડાવી દેવા પ્રયાસ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
રાજધાની એક્સપ્રેસને ઉડાવી દેવા પ્રયાસ
વેબ દુનિયા

સુપરફાસ્ટ રાજધાની એક્સપ્રેસને બોમ્બથી ઉડાવી દેવાનો પ્રયાસ આજે કરવામાં આવ્યો હતો. નવી દિલ્હીથી રાજધાની એક્સપ્રેસ પસાર થાય તેની મિનિટો પહેલા જ આ શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. જેથી ટાર્ગેટ ટળી જતાં દુર્ઘટના ટળી હતી. જોકે આ બ્લાસ્ટના કારણે રેલવે ટ્રેકને ભારે નુકશાન થયું હતું.

પોલીસ પ્રવક્તાએ તહ્યું હતું કે, આસામના મુખ્ય શહેર ગુવાહાટીથી 300 કિલોમીટરના અંતરે પૂર્વીય કારબી એંગલોંગ જિલ્લામાં ખટખાકી નજીક આજે વહેલી પરોઢે 1 વાગે આ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થયો તેની મિનિટો પહેલા જ રાજધાની એક્સપ્રેસ ખટકાટીથી પસાર થઇ ગઇ હતી. રિમોટ કંન્ટ્રોલથી આ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.
આસામના બળવાખોરોએ આ કૃત્ય કર્યું હોવાનું જાણવા મળ્યું છે. રાજધાની એક્સપ્રેસ નવી દિલ્હીથી પૂર્વીય આસામમાં તિનસુકીયા તરફ જઇ રહી હતી. આ ટ્રેનમાં 700 જેટલા પ્રવાસીઓ હતા.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
રાષ્ટ્રપતિ-વડાપ્રધાને કહ્યુ મેરી ક્રિસમસ
આતંકી અજમલ પોલીસ હિરાસતમાં
રાષ્ટ્રપતિની રામેશ્વરમ યાત્રા દરમિયાન કડક સુરક્ષા
માલદીવના રાષ્ટ્રપતિ ભારત યાત્રા પર
આર્મીમાં આત્મહત્યા કિસ્સા વધુ
સસદ સત્ર વધારવા સામે ચેટર્જીનો વિરોધ !