જે લોકોએ પૂર્વ વડાપ્રધાનને તેમની 84મા જન્મદિવસ જોયા હશે, તેમણે ચોક્કસપણે એવું માન્યું હશે કે હવે અટલજી સક્રિય રાજકારણ પાછા નહીં ફરી શકે. પણ આ વર્ષે પોતાનાં જન્મદિવસનાં દિવસે અટલજી બધા લોકો સાથે વાતચીત કરતાં હતા, તે જોયા બાદ કોઈને વિશ્વાસ નથી આવતો તે આવું કેમ શક્ય બન્યું.
આ વાત દિલ્હીનાં રાજકારણમાં ચર્ચામાં બની છે કે અટલજી અચાનક સ્વસ્થ્ય કેવી રીતે બની ગયા. તેનો જવાબ છે સ્ટેમ સેલ થેરાપી. છેલ્લાં છ મહિનાથી ડો.ગીતા શ્રોફ અટલજીનો ઈલાજ કરી રહ્યાં છે. તેના કારણે આજે અટલજી ધીરે ધીરે પોતાની માનસિક અને શારીરિક શક્તિ પાછી મેળવી રહ્યાં છે.
ભારતમાં સ્ટેમસેલ પધ્ધતિથી ઈલાજ કરતી એક જ સંસ્થા છે. ન્યુટેક મેડિવર્લ્ડનાં નિર્દેશક ડો.ગીતા શ્રોફે અટલજીને છ મહિના પહેલા સ્ટેમ સેલનું એક ઈન્જેકશન આપ્યું હતું. તેની જ અસર છે કે અટલજી પોતાના 85મા જન્મદિવસે બધા સાથે વાતચીત કરતાં નજરે પડતાં હતા. તેમજ તે સૌને ઓળખતાં હતા.
ઉલ્લેખનીય છે કે અટલજી સ્ટ્રોકની બિમારીથી પીડાતા હતા. જેને કારણે છેલ્લાં કેટલાય મહિનાઓથી તેઓ નિષ્ક્રિય બની ગયા હતા. પણ સ્ટેમસેલનાં એક ઈન્જેકશને તેમનાં સ્વાસ્થ્યમાં કમાલ કરી દીધો છે.
આ સ્ટેમ સેલ પદ્ધતિમાં ભ્રુણથી નીકળેલો માસ્ટર સેલ હોય છે. જે શરીરનાં ક્ષતિગ્રસ્ત અંગોને ફરી બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. અટલજીને ન્યુરોલોજીકલ બિમારી છે. જે સ્ટેમસેલ પદ્ધતિમાં સારૂં પરિણામ મળી શકે છે.
આ અગાઉ મધ્યપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી સુંદરલાલ પટવા તથા છત્તીસગઢનાં પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગી પણ ડો.શ્રોફ પાસે સ્ટેમસેલનો ઈલાજ કરાવી ચુક્યા છે.
તો પાર્ટીનાં સુત્રોના જણાવ્યા મુજબ વાજપેયી આગામી લોકસભામાં કેટલીક ચુંટણી સભાઓને પણ સંબોધી શકે છે. તો એક ન્યુરોલોજીસ્ટનાં જણાવ્યા મુજબ વાજપેયીની ઉંમરને કારણે તેમના પર સ્ટેમ સેલ પદ્ધતિથી સીમિત ફાયદો થશે.
|