મુંબઇમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત દ્વારા પાકિસ્તાનને અપાયેલી આતંકીઓની સુચી આપવાની અપાયેલી સમય મર્યાદા 26 ડિસેમ્બરે સમાપ્ત થઇ રહી છે. જોકે નિવેદનબાજીને ચાલતાં બંને સીમાએ હલચલ વધી જવા પામી છે ત્યારે પાક પાસે ભારત કરતાં અડધા સૈનિકો છે.
ભારત ઇચ્છી રહ્યું છે કે પાકમાં આતંકી અડ્ડાઓ ઉપર હુમલો કરી આતંકવાદીઓનો સફાયો દરવામાં આવે. પાકિસ્તાન આ માટે અત્યારે તૈયાર નથી પણ તે પોતાની જમીન પર ભારતીય સેનાની હાજરીને પોતાની અસ્મિતા પર સંકટ માની રહી છે. રાજકીય ક્ષેત્રે આ લડાઇ અંતિમ દોરમાં છે ત્યારે બંને દેશોની સેનાઓ પણ યુધ્ધ માટે થનગની રહી છે. તો આવો જાણીએ બંને દેશોની લશ્કરી તાકાત
વિગત ભારત પાક સૈનિકો 12,63,000 6,20,000 વિમાન 738 353 મિસાઇલ 200 50 યુધ્ધજહાજ 27 8 સબમરીન 16 10 ( સ્ત્રોત ઃ સેન્ટર ફોર એસેટેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ તથા જૈનીસ ડિફેન્સ પબ્લિકેશન્સ )
|