મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > આખુ પાકિસ્તાન આતંકી અડ્ડો !
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આખુ પાકિસ્તાન આતંકી અડ્ડો !
વેબ દુનિયા

આતંકવાદીઓને આશરો અપાતો ન હોવાનું રટણ કરતા પાકિસ્તાનમાં નજર કરીએ તો આખે આખું પાકિસ્તાન આતંકીઓનો અડ્ડો હોવાનું ઉપસી આવે છે. અત્રે ઉલ્લેથનિય છે કે, અહીં 32 આંતકી સંગઠનો છે જે ખુલ્લેઆમ આતંકીઓ પ્રવૃત્તિઓ કરતા હોવાનું બહાર આવી રહ્યું છે.

ભારત દ્વારા પાકિસ્તાનમાં ચાલી રહેલ લશ્કર એ તોયબાના પ્રશિક્ષણ કેન્દ્રો પર હુમલો કરવાના નિવેદનથી હવે એ વાત સાફ થઇ ગઇ છે કે ભારત આ વખતે નક્કર પગલાં ભરવા જઇ રહ્યું છે. પરંતુ એક વાત ધ્યાન આપવા જેવી છે કે આખરે લશ્કર એ તોયબા તથા અન્ય આતંકવાદી પ્રશિક્ષણ કેન્દ્રો પાકિસ્તાનમાં ક્યાંય નથી. સુત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાનમાં લશ્કર એ તોયબાના 22 તાલીમ અડ્ડા છે. હેતુ એ છે કે, જો ભારતે આતંકવાદી જગ્યાઓ અને પ્રશિક્ષણ કેન્દ્રો ઉપર હુમલા કરવાની યોજના બનાવે છે તો આખું પાકિસ્તાન ભારતના નિશાન ઉપર રહેશે.
* લશ્કરના પ્રશિક્ષણ કેન્દ્રો સમગ્ર પાકિસ્તાન અને પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં છે
* લશ્કરના કેન્દ્રો ઉપરાંત ભરતી કેન્દ્રો અને કાર્યાલયો પાકિસ્તાનના મુઝફરાબાદ, લાહોર, પેશાવર, ઇસ્લામાબાદ, રાવલપિંડીસ કરાંચી, મુલ્તાન
* પાકિસ્તાનમાં આતંકવાદી પ્રશિક્ષણ કેન્દ્રોની જગ્યા
બરહાલી, ગુજ્જરખાન, ઝાંગ, કોહાટ, મિરામ શાહ, મશેરા, ઓઝોરી, સિક્યોરી, મુઝફ્ફરાબાદ, ચકોઠી, બાગ, અલિયાબાગ, મરી, રાવલકોટ, પલંદ્રી, કહૂટા, કોટલી, ઝેલમ, ભિંબર, શકરગઢ વગેરે
* પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં દુધનિયાલ, ગોજરા ફોર્ટ, ગઢી દુપટ્ટા, નિકિયાલ, સેન્સા અને તેજિયા
પાકિસ્તાનમાં આતંકીઓના મોટા મોટા 32 સંગઠનો છે.
* હિજબુલ મુજાહિદ્દીન, હરકત ઉલ અંસાર (હરકત ઉલ મુજાહિદ્દીન), લશ્કર એ તોયબા, જૈશ એ મોહમ્મદ કે મુજાહિદ્દીન એ તંજીમ, અલ બદ્ર, જમાત એ મુઝાહિદ્દીન, લશ્કર એ જબ્બાર, હરકત ઉલ જેહાદ, અલ ઇસ્લામી, મુત્તાહેદા જેહાદ કાઉન્સિલ, તેહરીક ઉલ મુજાહિદ્દીન, અલ ઉમર મુજાહિદ્દીન, મુસ્લિમ જાંબાઝ ફોર્સ, કશ્મીર જેહાદ ફોર્સ, જમ્મુ એન્ડ કાશ્મીર સ્ટુડેન્ટ્સ લિબરેશન ફ્રન્ટ.
ચાર એવા સંગઠનો છે કે જે ખુલ્લેઆમ આતંરી સંગઠનો માટે કામ કરે છે. અલ રશીદ ટ્રસ્ટ, અલ અખ્તર ટ્રસ્ટ, રબિતા ટ્રસ્ટ, ઉમામહ તામિર એ નુઆ
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
સૈફ ફરી હોસ્પીટલમાં ભર્તી
પાક પાસે સૈનિકો અડધા
અટલજી પર ચાલ્યો સ્ટેમ સેલનો જાદુ
અદાલતના નિર્ણયથી આમીર ખુશ
તો માયાવતીની પ્રતિમાને ધ્વંસ્ત કરી દઈશું- મુલાયમ
દ્વીતીય ચંદ્રયાનનું પ્રક્ષેપણ 2012માં