ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલાં તણાવની વચ્ચે અમેરિકી વિદેશ મંત્રી કોન્ડોલીઝા રાઈસ અને ચીની વિદેશમંત્રી યાંગ જીએચીએ વિદેશ મંત્રી પ્રણવ મુખર્જી સાથે ચર્ચા કરીને મુંબઈ આતંકવાદી હુમલા બાદ પેદા થયેલી સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.
આ વાતચીત ગુરૂવારે રાત્રે થઈ હતી. જેમાં મુખર્જીએ મુંબઈ આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદીઓને પકડવા માટે પાકિસ્તાન પર્યાપ્ત કાર્ય ન કરતું હોવાનું જણાવ્યું હતું. મુખર્જીએ રાઈસ અને ચીની વિદેશ મંત્રી સાથે મુંબઈ આતંકવાદીઓને સજા આપવા પાકિસ્તાન પર દબાવ વધારવાની વાત કરી હતી.
અમેરિકા અને બ્રિટન બંને મુંબઈ હુમલા પાછળ લશ્કર તોયબાનો હાથ હોવાનું જણાવી ચુક્યા છે, તો પાકિસ્તાન તેનો ઈન્કાર કરે છે.
ભારત માને છે કે અમેરિકાનો પાકિસ્તાન પર ખુબ જ પ્રભાવ છે. તેથી તે પાકિસ્તાન પર દબાણ વધારીને આતંકવાદી વિરૂધ્ધ કાર્યવાહી કરી શકાય છે.
|