પાકિસ્તાને તેની સેનાની નવી ટુકડીને લાઈન ઓફ કંટ્રોલ અને આતંરરાષ્ટ્રીય સીમા પર ગોઠવી દીધા છે. તેમજ પોતાની સૈનિકોની રજા રદ્દ કરી દીધા છે.
પાકિસ્તાને દરેક મહત્ત્વની જગ્યાઓએ પોતાની સેનાને ગોઠવી દીધી છે. તેમજ સેનાની બ્રિગેડોને અત્યાધુનિક હથિયારો સાથે ગોઠવી દીધી છે. સુત્રોનાં જણાવ્યા મુજબ પોતાની નવી બ્રિગેડને સરહદ તરફ મોકલી રહ્યું છે.
પાકિસ્તાને પોતાની લાહોર સેક્ટરને ફન્ટ પર મોકલી છે. તો સેનાની 10મી બ્રિગેડને લાહોર તેમજ લડાયક વાહનો અને શસ્ત્રોથી સજ્જ 3 જી રેજીમેન્ટને પણ ઝેલમ નદી નજીક ગોઠવી દીધી છે. આ વિસ્તારમાં સ્વતંત્ર કોર્પ પણ ગોઠવી દીધી છે.
તો પાકે. તેની 10 અને 11મી ડિવીઝનોને હાઈએલર્ટ પર મુકી દીધી છે. તેમજ તેમને રાજૌરી અને પુંચ તરફથી સરહદ તરફ જવા આદેશ આપી દીધા છે.
પાકિસ્તાની એરફોર્સે પોતાનાં જાસુસી પ્લેનો તેમજ લડાયક વિમાનોને ઈસ્લામાબાદ, લાહોર, રાવલપિંડી તેમજ પાકિસ્તાનનાં કબજા વાળા કાશ્મીર વિસ્તારમાં ગોઠવી દીધી છે. તેમજ તેના ચાસ્મા પાવર પ્લાન્ટને પણ હવાઈ સુરક્ષા આપવામાં આવી છે. જો કે પાક.ના વડાપ્રધાન ગિલાની અને ભારતનાં વડાપ્રધાન ડો.મનમોહસિંહે યુદ્ધનો ઈન્કાર કર્યો હતો.
મુંબઈ પર થયેલા ફિદાયીન હુમલા બાદ બંને દેશો વચ્ચે તણાવભરી સ્થિતિનું નિર્માણ થયું છે. 26 ડિસેમ્બરનાં રોજ ભારતે પાકિસ્તાનને આપેલી સમયસીમા પૂર્ણ થાય છે.
|