મધ્યપ્રદેશની નવી વિધાનસભાનાં સત્રનું સોમવારે શુભારંભ થયો હતો. જેમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે બધા સાથે મળીને સ્વર્ણિમ રાજ્ય બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
ચોહાણે હિન્દીમાં શપથ લીધા હતા.તેમણે જણાવ્યું હતું કે રાજ્યનો વિકાસ કરવા ઉદ્યોગોને આર્કષવામાં આવશે. ત્યારબાદ નવા વિધાયકોએ પણ શપથ લીધા હતા. ત્યારબાદ મંત્રીઓએ પણ પદ અને ગોપનીયતાનાં શપથ લીધા હતા.
જ્યારે અધ્યક્ષની નિમણુંક સાત જાન્યુઆરીનાં રોજ કરવામાં આવશે.જેમાં બારમી વિધાનસભાનાં અધ્યક્ષ ઈશ્વરદાસ રોહાણીની સતત બીજી વાર અધ્યક્ષ ચુંટાઈ જાય તે નક્કી લાગે છે.
|