ભાજપનાં રાજસ્થાન પ્રદેશ દ્વારા આગામી લોકસભાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
પાર્ટીનાં પ્રદેશ મહામંત્રી રામપાલ જાટનાં જણાવ્યા મુજબ પ્રદેશ અધ્યક્ષ ઓમપ્રકાશ માથુરની અધ્યક્ષતામાં મંગળવારે બેઠક યોજાસે. જેમાં લોકસભાની ચુંટણી માટે વિચાર કરવામાં આવશે. જેમાં આગામી 15 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી દરમિયાન સંસદીય ક્ષેત્રોમાં ચુંટણી અંગે સંમેલનો ભરવામાં આવશે.
આ બેઠકમાં વિધાનસભા ચુંટણીમાં અશિસ્ત કરનાર પદાધિકારીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવા વિચાર કરવામાં આવશે.
|