મણિપુરમાં પશ્ચિમ ઈમ્ફાલ ક્ષેત્રમાં સોમવારે સુરક્ષા દળો સાથે થયેલી અથડામણમાં બે ઉગ્રવાદી માર્યા ગયા હતા. પોલીસનાં જણાવ્યા મુજબ ઈમ્ફાલનાં ઈશોકમાં સુરક્ષા દળોમાં એક એન્કાઉન્ટરમાં બે ઉગ્રવાદી ઢેર થઈ ગયા હતા. તેમની પાસેથી ચીનમાં બનેલા બોમ્બ અને એક નાઈન એમએમ પિસ્તોલ પણ જપ્ત કરવામાં આવી હતી.
આ ઉપરાંત સેનાએ થૌબલ જિલ્લાનાં કાંગલી ચાવુલ કન્ના લુપ સંગઠનનાં 34 કાર્યકર્તાઓની ધરપકડ કરી છે.
|