મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક ખેડૂતનાં પુત્રે આત્મહત્યા કરવાના કેસમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જિલ્લાધિકારી મનીષ રસ્તોગીનું ટ્રાન્સફર કરી દીધું છે.
આ સાથે રાજસ્વ અધિકારી સંજય કુમારસિંહને પણ મુખ્યમંત્રીએ હટાવી દેવાનો આદેશ કર્યો છે. ખેજડાદેવ ગામમાં રેવન્યુ પ્રકરણનું નિરાકરણ ન આવતાં બબલુ નામનાં એક યુવકે આત્મહત્યા કરી લીધી હતી. મુખ્યમંત્રીએ તેના પરિજનોને સાંત્વના આપી હતી. આ સાથે મુખ્યમંત્રીએ સમગ્ર કેસની તપાસ કરવાનો આદેશ કર્યો છે.
|