નકલી દારૂ પીવાથી 14 નાગરિકોનાં મોત થયા છે. જ્યારે 29 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતાં.
કોલકત્તા પોલીસનાં જણાવ્યા મુજબ હાયડે રોડ અને કિડેરપોર વિસ્તારમાં નકલી દારૂ પીવાથી આ ઘટના થઈ હતી. પોલીસે વિસ્તાર પર દરોડો પાડીને કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ત્રણ મહિલાઓ સહિત સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે.
તૃણમુલ કોંગ્રેસનાં નેતા મમતા બેનર્જીએ મૃત્યુ પામેલાઓનાં પરિજનોને રૂ.10 હજારની આર્થિક સહાય કરવાની જાહેરાત કરી છે.
|