જમ્મુ કાશ્મીરનાં પુંછ વિસ્તારમાં સરહદ પર આતંકવાદીઓ દ્વારા ઘુસણખોરીનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં ચાલી રહેલું એન્કાઉન્ટર સતત પાંચમા દિવસે પણ ચાલુ છે.
આ વિસ્તાર જંગલોથી ઘેરાયેલો છે. તેમજ ધુમ્મસ અને ઠંડીને કારણે સુરક્ષા દળોને તકલીફ પડી રહી છે.આ વિસ્તારમાં આતંકવાદીઓએ બંકર બનાવી દીધા છે.જેની આડશમાં તેઓ છુપાઈને ફાયરીંગ કરી રહ્યાં છે.
રક્ષા વિભાગનાં સુત્રોનાં જણાવ્યા મુજબ રાત્રિનાં વિરામ બાદ સવારે ફરીથી ભીષણ ગોળીબારી શરૂ થઈ હતી. સેના અને પોલીસે ત્રિસ્તરીય ઘેરાબંદી કરી દીધી છે. તેમજ તેઓ ભાટીધરનાં જંગલોમાં આગળ વધી રહ્યાં છે.
આ જંગલોમાં 10થી વધુ આતંકવાદીઓ છુપાયા હોવાની વાત જાણવા મળી છે. જેમાં જૈશે મોહમ્મદ, અલ બદ્રનાં શીર્ષ કમાન્ડર છુપાયા હોવાની વાત જાણવા મળી છે.
એક જાન્યુઆરીએ શરૂ થયેલા ગોળીબારી આજે 127 કલાક બાદ પણ ચાલુ છે. આ પરિસ્થિતિ પર વરિષ્ઠ અધિકારીઓ નજર રાખીને બેઠા છે.
|