નવા વર્ષની શરૂઆતમાં ઉત્તર ભારતને ઠંડીની માર ભેટમાં મળી છે.જોકે હાલામાં તેમાં થોડી રાહત મળી છંતા અત્યાર સુધી 18 લોકો ઠંડીના કારણે મોતને ભેટી ગયા છે.
હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પર્વતિય વિસ્તારમાં થયેલા હિમપાતના કારણે ભારે ઠંડીનું વાતાવરણ છે. જ્યારે નીચા વિસ્તારોમાં વરસાદને કારણે પારો નીચે ઉતરી ગયો છે.
રાષ્ટ્રની રાજધાની દિલ્હીમાં નીચુ તાપમાન 8.3 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ હતું.
|