મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલાને લઈને આતંરરાષ્ટ્રીય સ્તર પર ચારેબાજુથી ઘેરાયેલા પાકિસ્તાને ઉલ્ટુ ભારત પર આરોપ લગાવ્યો છે કે ભારત સરકાર આ હુમલાનો રાજકીય ફાયદો ઉઠાવી રહ્યું છે.
પાકિસ્તાનનાં રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ અમેરિકા વિદેશ વિભાગનાં દક્ષિણ અને મધ્ય એશિયાઈ બાબતોનાં સહાયક મંત્રી રિચર્ડ બાઉચરને સફાઈ આપતાં આરોપ લગાવ્યો હતો.
પાકિસ્તાની રાષ્ટ્રપતિએ જોર દઈને જણાવ્યું હતું કે આતંકવાદનો ખાત્મો કરવા માટે પાકિસ્તાન ક્ષેત્રીય દેશો સાથે મળીને કાર્ય કરી રહ્યું છે.તેમજ અફઘાનિસ્તાનમાં ચાલી રહેલાં લડાઈમાં તે આગળ રહીને કાર્ય કરી રહ્યું છે.
|