મુંબઈ પર 26 નવેમ્બરનાં રોજ કરવામાં આવેલા આતંકવાદી હુમલા દરમિયાન જીવતા પકડાયેલા એકમાત્ર આતંકવાદી મોહમ્મદ અઝમલ આમિર કસાબને સ્થાનિક મેજીસ્ટ્રેટે 19 જાન્યુઆરી સુધી કસ્ટડીમાં સોંપવામાં આવ્યા છે.
કસાબને કામા હોસ્પીટલમાં થયેલી ગોળીબારીમાં તેની સંડોવણી બાદ તેની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયો હતો. આ અંગે દક્ષિણ મુંબઈનાં પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરવામાં આવી છે.
સરકારી વકીલ ઈ બી ધમલનાં જણાવ્યા મુજબ કામા હોસ્પીટલમાં થયેલી ગોળીબારમાં બે પોલીસકર્મી સહિત સાત લોકો માર્યા ગયા હતા.તેમજ કસાબને અન્ય કેસોમાં જ્યુડીશીયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે.
|