ભાજપે કેન્દ્રની યુપીએ સરકાર પર ભેદભાવ કરવાનો આરોપ લગાવી જણાવ્યુ હતું કે આતંકવાદનો સામનો કરવાની વાત કરતાં વડાપ્રધાન આતંકવાદ વિરોધી કાયદો ગુજકોકને મંજૂરી કેમ આપતાં નથી.
ભાજપનાં પ્રવક્તા રાજીવ પ્રતાપ રૂડીએ જણાવ્યું હતું કે આતંકવાદનાં મુદ્દે મુખ્યમંત્રીઓની બેઠકમાં વડાપ્રધાને પોતાના ભાષણમાં દેશની આંતરીક સુરક્ષા સાથે સંકળાયેલ મુદ્દાઓ ઉપર પ્રકાશ પાડ્યો નહતો.
તેમણે આરોપ લગાવ્યો હતો કે ગેરકાનૂની પ્રવૃત્તિઓને રોકવા માટે કેન્દ્ર સરકારે કાયદો બનાવ્યો છે. પણ ગુજરાતમાં ગુજકોક જેવા આતંકવાદ વિરોધી કાયદાને મંજૂરી આપવા પર મૌન છે.
વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે વડાપ્રધાને બાંગ્લાદેશી ઘુસણખોરી અંગે પણ મૌન સેવ્યું હતું.જ્યારે નવા વર્ષની શરૂઆતમાં જ આતંકવાદીઓએ ગુવાહાટીમાં બ્લાસ્ટ કરીને પોતાનો ઈરાદો જાહેર કરી ચુક્યાં છે.
|