આતંકવાદના મુદ્દે દિલ્હીમાં યોજાયેલા મુખ્યમંત્રીઓની બેઠકમાં માયાવતી અને કરૂણાનિધિ ગેરહાજર રહ્યાં હતાં.
મુંબઈમાં 26 નવેમ્બરનાં રોજ થયેલા આતંકવાદી ઘટના બાદ આંતરીક સુરક્ષા અંગે મંગળવારે દિલ્હીમાં યોજાયેલા સંમેલનમાં ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી માયાવતી અને તામિલનાડુનાં મુખ્યમંત્રી એમ.કરૂણાનિધિ ગેરહાજર રહ્યાં હતાં.
યુપીએ સરકારથી નારાજ માયાવતીએ સંમેલનમાં ગેરહાજર રહેવા કોઈ કારણ આપ્યું નહતું.તેમની જગ્યાએ મંત્રી લાલજી વર્મા હાજર રહ્યા હતાં.જ્યારે કરૂણાનિધિનાં ન આવવાનું કારણ જાણવા મળ્યુ નથી.
|