વિદેશ મંત્રી પ્રણવ મુખર્જીએ ગઈ કાલે સંકેત આપ્યો હતો કે જો અનુકૂળ જનાદેશ મળશે તો રાહુલ ગાંધી લોકસભાની ચુંટણી બાદ પ્રધાનમંત્રી બની શકે છે.
બે દિવસ પહેલાં મુખર્જીએ કહ્યું હતું કે રાહુલ પોતાના પિતા રાજીવ ગાંધીનું અનુકરણ કરતાં પ્રધાનમંત્રી બની શકે છે. મુખર્જીએ એક ઈંટરવ્યું દરમિયાન ગઈ કાલે ફરી પોતાની જુની ટીપ્પણીને વાગોળી હતી.
તેઓની ટીપ્પણી પહેલાં અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીએ કહ્યું હતું કે તે વાત રાહુલ પર નિર્ભર કરે છે કે તેઓ દેશનું નેતૃત્વ ક્યારે સંભાળવા માંગે છે. જો કે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીએ સંતુલનનો પ્રયાસ કરતાં એવું પણ કહ્યું હતું કે પ્રધાનમંત્રી મનમોહનસિંહે દરેક મોર્ચા પર સારૂ પ્રદર્શન કર્યું છે.
|