જળ અને ભૂમિ બાદ આકાશથી બ્રહ્મોસ મિસાઈલ છોડવાનો રસ્તો પણ સાફ થઈ ગયો છે. તેને સુખોઈ ફાયટર પ્લેનમાં લગાવવા માટે પ્લેનને રૂસ મોકલવામાં આવ્યા છે.
ભારતીય વાયુ સેનાએ પોતાના બે સુખોઈ 30 એમ કે આઈ ફાયટર વિમાનોને રૂસ મોકલ્યા છે. જ્યાં તેમાં પરિવર્તન કરીને તેમાં આઠ મીટરનાં બ્રહ્મોસ મિસાઈલ લગાવવામાં આવશે.
ભારત અને રૂસે સંયુક્ત રીતે બ્રહ્મોસ મિસાઈલનું નિર્માણ કર્યું છે. જેમાં હવાથી હવામાં માર કરતી મિસાઈલ તૈયાર છે. આ મિસાઈલ સુપરસોનિક ક્રુઝ મિસાઈલ સુખોઈ વિમાનમાં ફીટ થતી નહતી. તેથી તેની ડિઝાઈનમાં ફેરફાર કરવા તેને રશિયા મોકલવામાં આવી રહ્યાં છે. આ કામ એક વર્ષમાં પૂર્ણ થઈ જશે.
બ્રહ્મોસ મિસાઈલ લેવા માટે 14 દેશોએ રસ દાખવ્યો છે. જેમાં ચાર દેશો સાથે વાતચીત આગળ વધી ચુકી છે.
|