ઉત્તરાખંડથી અલગ રાજ્ય બન્યા બાદ આઠ વર્ષ પછી પણ ઉત્તર પ્રદેશ સાથે સંપત્તિ અને કર્મચારીઓનો ભાગ કરવાની બાબતો હજી ઉકેલી શકાઈ નથી. તેથી ઉત્તરાખંડ તે વસુલ કરવા સુપ્રિમ કોર્ટનો દરવાજો ખટખટાવી શકે છે.
સરકારી સુત્રોનાં જણાવ્યા મુજબ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની વચ્ચે સંપત્તિઓ અને કર્મચારીઓની વહેંચણી કરવા માટે 2007માં સમજૂતિ થઈ હતી. જે મુજબ એક કમીટી બનાવાઈ હતી. જેમાં બંને રાજ્યનાં અધિકારીઓ સામેલ હતા.
જેના આધારે ઉત્તરાખંડમાં 11 ટકા પેન્શનર્સ અને 13 ટકા કર્મચારીઓની સંખ્યા નક્કી કરવામાં આવી હતી. તેમજ વર્ષ 2014-15 મુજબ ઉત્તરપ્રદેશ પર ઉત્તરાખંડને આપવા માટે રૂ.6696 કરોડ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ આધાર પર ઉત્તરાખંડે સુપ્રિમ કોર્ટમાં જવાનું નક્કી કર્યુ છે.
|