ઈરાકમાં અમેરિકા પ્રમુખ જ્યોર્જ બુશ પર બુટ ફેક્યાં બાદ પગની નીચે રહેનાર બુટની કિંમત પણ વધી ગઈ છે. ભીન્ડ શહેરમાં એક દુકાનમાં કેટલાંક બદમાશોએ બંદૂકની અણીએ બે જોડી બુટની ચોરી કરી હતી.
ભિન્ડમાં ત્રણ બદમાશોએ સ્પોર્ટસની દુકાનમાં ઘુસીને માલિકનાં કાને બંદૂક રાખીને ત્રણ હજારની કિંમતનાં બુટની ચોરી કરી હતી. આ બદમાશ મોટરસાયકલ પર આવ્યા હતા.
દુકાનમાલિક શૈલેષ જૈનનાં જણાવ્યા મુજબ પહેલાં લુંટારૂઓએ બુટ બતાવવાનું કહ્યુ હતુ. તેમણે બુટ બતાવ્યા ત્યારે તેમણે બંદૂક નીકાળીને લૂંટ ચલાવી હતી.
|