સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી અને બસપાનાં પ્રમુખ માયાવતીનાં જન્મદિવસે સરકારી અધિકારીઓ અને સામાન્ય નાગરિકો પાસેથી જબરજસ્તી પૈસા વસુલ કરવા અંગે સ્ટીંગ ઓપરેશનની સીડી બહાર પાડી છે.
પાર્ટી અધ્યક્ષ મુલાયમસિંહ યાદવની હાજરી માં મહાસચિવ અમરસિંહે જણાવ્યું હતું કે આ સીડી વર્ષ 2007માં ફેબ્રુઆરીની છે. જેમાં 30 જેટલાં બસપા નેતાઓ પૈસા વસુલીની સ્વીકૃત્તિનો રેકોર્ડ છે. જેમાં તેમનું નામ, બેન્કનો ડ્રાફ્ટ નંબર, વર્ષ, ડ્રાફ્ટની રાશિ અને કોણે કેટલાં નાણાં લાવવા તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ ફક્ત દસ દિવસમાં તે રકમ માયાવતીનાં નામ પર કરી દેવામાં આવ્યા હતાં.
સિંહે જણાવ્યું હતું કે તેમણે વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, ચુંટણી કમિશ્નરને પત્ર લખીને આ અંગે સીબીઆઈ તપાસની માંગ કરી હતી. તેમજ બસપાની રાજકીય માન્યતા રદ્દ કરવાની માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જેમાં મોટી રકમને માયાવતીનાં નામે ફેરવી દેવામાં આવી હતી. તેમજ આમ કરીને બસપા કાળા ધનને સફેદમાં ફેરવવાનો ધંધો કરી રહી છે. તેથી તેની વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.
|